Hoist
National

ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામત અંતર્ગત જાણો સીએમ-સીઆર પાટીલે શું કહ્યું 

 
 
 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭% અનામત અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની વાત રજૂ કરી હતી.
 
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની ૫૨% વસ્તી અને ૧૪૬ થી વધુ જાતિનો સમાવેશ થાય છે તેવા ઓબીસી સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઓબીસી સમાજ માટે જાહેર કરાયેલી અનામતમાં એસ.સી તેમજ એસ.ટી સમાજને અપાયેલી અનામતની ટકાવારીમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હિતોનું રક્ષણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. ૯ જિલ્લા અને ૫૧ તાલુકામાં એસ.ટી સમાજની વસ્તી મુજબ ઓબીસી સમાજને ૧૦% અનામત મળશે. ભાજપા હંમેશા ઓબીસી સમાજને સાથે લઈને ચાલે છે, આજે ભાજપાના ૫૦ જેટલા ધારાસભ્યો ઓબીસી સમાજના છે. રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે ૨૭% અનામતની જાહેરાત બાદ રાજ્યભરના ઓબીસી સમાજમાં હકારાત્મક વલણ સાથે સંતોષનીની લાગણી પ્રસરી છે. 
 
સીઆર પાટીલએ વધુમાં જણાવ્યું હતું કે, રક્ષાબંધન પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટમાં દેશના તમામ એલપીજી ધારકોને સિલિન્ડરમાં રૂ.૨૦૦ નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજના હેઠળ રૂ.૨૦૦ની સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો સીધો લાભ દેશના ૩૩ કરોડ એલપીજી કનેક્શન ધારકોને મળશે. ઉજ્જવલા યોજના હેઠળ ૯.૫ કરોડ મહિલાઓ અને તેમના પરિવારને સિલીન્ડર દીઠ કુલ રૂ.૪૦૦ની રાહત મળશે જે માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭,૬૮૦ ફાળવાશે. આ ઉપરાંત દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ નવા ૭૫ લાખ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર હરહંમેશ નાનામાં નાના છેવાડાના માનવીને તેમજ વિવિધ જ્ઞાતિ-જાતિ અને ધર્મના નાગરિકોને સાથે રાખી ચાલે છે તેમાં આજે એક કડી ઉમેરતા કોઈપણ અન્ય જ્ઞાતિને અસર ન થાય તે પ્રકારે ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭% અનામતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પ્રત્યેક વ્યક્તિ મુખ્ય પ્રવાહમાં આવે અને આગળ વધે તે ભાવથી સતત કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રક્ષાબંધન પૂર્વે ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં રૂ.૨૦૦ નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજના હેઠળ રૂ.૨૦૦ની સબસિડી જાહેર કરી દેશની કરોડો બહેનોને એલપીજી ગેસ સિલિન્ડરમાં કુલ રૂ.૪૦૦ની રાહત આપવાની જાહેરાત કરી છે તે બદલ રાજ્ય સરકાર વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું.
 

Related posts

મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગોળમેજી પરિષદના પ્રતિનિધિઓ સાથે જોડાયા

cradmin

ગાંધીનગર: કોંગ્રેસે સ્પીકર સહિત ભાજપના નેતાઓને ધરણા માટે આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર મામલો

cradmin

VIDEO – ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા 

cradmin