Hoist
National

તમારે પણ મતદાન યાદીમાં કરવાના છે સુધારા: તો ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકશો અરજી

દર વખતે સરકાર દ્વારા મતદાન યાદીમાં સુધારા વધારા કરવા માટે નાગરિકોને સમય આપવામાં આવે છે જે સમય દરમિયાન નાગરિકોને જે પણ સુધારા વધારા કરવાના હોય તે અંગે અરજી કરી શકે છે. આ વખતે હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે ભારતીય ચૂંટણી પંચની તા.૧.૧.૨૪ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સુચના મુજબ સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ ૧૭ ઓકટોબરના રોજ કરવામાં આવશે., આ અંગેના હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે, મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.૨૮ અને ૨૯ ઓકટોબર તથા ૪ અને ૫ નવેમ્બરે યોજાશે. જે અંગેના હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ ૨૬ નવેમ્બરે કરાવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.૧.૧.૨૪ના રોજ કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫.૧.૨૪ના રોજ કરવાની રહેશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

Related posts

England’s sorry run worst in ODI World Cup history for a defending champion after five matches | Cricket News – Times of India

cradmin

World Cup, India vs England: Pitch comes in focus as India take on England | Cricket News – Times of India

cradmin

G20 સમિટ: ડિનર પાર્ટીમાં સોનિયા-ખડગેને આમંત્રણ નહીં, પૂર્વ PM મનમોહન સિંહ, નીતીશ કુમાર અને મમતાને આમંત્રણ

cradmin